06/02/2022
#હાલ_હોદ્દો_ભોગવતા_પ્રમુખ_અને_અન્ય_હોદ્દેદારો_સામે_તોહમત_નામુ
૧. તા. ના રોજ #પ્રમુખ, #ઉપપ્રમુખ, #સેક્રેટરી અને #ખજાનચી ની હોદ્દા ની મુદત પુરી થઈ ગઈ છે. આજદિન સુધી, છેલ્લા બે વર્ષમાં તેઓએ હોદ્દેદાર તરીકેની ચુંટણી જીતી નથી કે પછી ગુ. હા.બોર્ડ દ્વારા તેઓના હોદ્દાની મુદત વધારી આપવામાં આવી હોય તેવા કોઈ પુરાવાઓ તેઓ રજુ કરી શક્યા નથી. તેથી ગેરકાયદે સત્તા ભોગવતા હોવાના તહોમત મુકવા સાથે અમે #તેમને_તાત્કાલિક_રાજીનામું_આપવાની_માંગ_કરીએ_છીએ.
૨. આ ગેરકાયદે સત્તા પર ચીટકી રહેલા હોદ્દેદારો હવે ગભરાયા છે. તેથી તાજેતર માં એસો. તરફથી કેમેરા લગાડવા માટેની ટેન્ડર નોટીસ બહાર પાડી છે તેમાં ટેન્ડર મંગાવનાર તરીકે "ધ કમિટી" એવું લખ્યું છે. જો તેઓ હોદ્દેદાર રહ્યા ન હોય તો તાત્કાલિક રાજીનામું આપી તેની જાહેરાત સોસાયટી ના સભ્યો સમક્ષ કરી દેવી જોઈએ.
૩. #વાર્ષિક_સામાન્ય_સભા #૪૦૦ #વ્યક્તિઓ_સાથે_થઈ_શકતી_હતી. પરંતુ સભ્યો દ્વારા પુછાનારા પ્રશ્નો ના જવાબો આપી શકવાની સ્થિતિમાં ન હોવાથી તેઓએ પરમિશન મળતી નથી એવા બહાનાઓ કાઢ્યા. જો આ હોદ્દેદારો ચુંટણી અંગે ના નવા નિયમો બનાવી તે નિયમો મુજબ બિલ્ડિંગ વાઇસ કમિટી સભ્યો ની ચુંટણી કરી શકતા હોય તો ફક્ત એક નવો નિયમ બનાવવાની જરૂરત હતી કે વાર્ષિક સામાન્ય સભામાં સરકારના નિયમો મુજબ ૪૦૦ સભ્યો હાજરી આપી શકશે, વહેલો તે પહેલો ના ધોરણે. પરંતુ નિયત ખોટી હોવાથી તેઓ બે વર્ષથી વાર્ષિક સામાન્ય સભા બોલાવતા નથી. અને વાર્ષિક સામાન્ય સભાની મંજુરી વગર ખોટીરિતે મેંટેનન્સ નક્કી કરીને ઉઘરાવી રહ્યા છે. અને મન ફાવે તેમ ખર્ચ કરી રહ્યા છે. ખર્ચ અંગેની વિગતો માંગતી અરજીઓ ના જવાબ આપતા નથી. તેથી અમારો એવો અભિપ્રાય છે કે ખર્ચાઓ ખોટી રીતે કર્યા હોઈ શકે. પારદર્શિતા વિનાનો વહીવટ ચલાવી લેવાયજ નહીં.
૪. #ગેરકાઈદેસરની_ચૂંટણી: માર્ચ 2021 માં જે ચૂંટણી થઈ હતી એમાં ગેરકાયદેસર રીતે નિયમો બનાવ્યા, કેટલાક સભ્યો ના ફોર્મ ગેરકાયદેસર રિજેક્ટ કરવા માં આવ્યા અને 4 હોદેદારો, પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી એ વગર ચૂંટણીએ કારભર સંભાળી રહ્યા છે.
૫. : ૨.૫ વર્ષ થી AGM ટાળી રહિયા છે, #કલેકટરે_પરવાનગી_આપી_છતાં
૬. #પાણી_ની_સમસ્યા: વારેઘડીએ ઉત્પન્ન થતા પાણી ની સમસ્યા નો ઉકેલ લાવવા નિષ્ફળ રહી છે એસોસિએશન.
૭. #કોમન_ટોયલેટ/શૌચાલય:- સોસાઈટી ના પ્રિમાઈસ માં કોમન ટોયલેટ નથી, ૨.૫ વર્ષ ના કાર્યકાળ માં એક કોમન ટોયલેટ પણ ના બનવી શક્યા.
૮. #કેમેરા:- 2.5 વર્ષ થી કેમેરા માટે ભંડોળ ઉઘરાવી રહિયા છે પણ આજદિન સુધી કેમેરા લગાવામાં નિષ્ફળ રહિયા છે કાર્યકારી પ્રમુખ.
૯. #બિલ્ડીંગ_દીઠ_સિક્યુરિટી_ગાર્ડ:-18 બિલ્ડીંગ ની સિક્યુરિટી માટે ફક્ત 3 સિક્યુરિટી ગાર્ડ છે, પર શિફ્ટ, જે આટલી મોટી સોસાઈટી ને બરાબર સુરક્ષા ના આપી શકતા નથી.
૧૦. #પારદર્શિતા:- એસોસિએશન ના કાર્યકારી હોદ્દેદારો ના કામ માં પારદર્શિતા નો અભાવ છે,સમિતિ સભ્યો ને પણ જાણ કરવા વગર નિર્ણયો લે છે અથવા ઠરાવ પાસ કરવા વગર કોઈ પણ કાર્ય થાય છે.
૧૧. #સરકારી_યોજનાઓ:- સરકાર ની અનેકો યોજનાઓ નો લાભ લેવા માં અસમર્થ
૧૨. #ઘરવેરો:- લગભગ 60 લાખ થી 65 લાખ ઘરવેરો સરદાર હાઇટ્સ ના સભ્યો વતી ગ્રામ પંચાયત ને ભરવામાં આવે છે છતા કાર્યકારી પ્રમુખ ગ્રામપંચાયત થી મળતી ઘણી સેવાઓ મેળવવા ની પ્રયાસ નથી કરી રહ્યા.
૧૩. _સુવિધાઓ_મેળવવા_માં_નિષ્ફળ:- ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આપણે સોલાર સ્ટ્રીટ લાઈટ,સોલાર પેનલ દરેક બિલ્ડીંગ ના કોમન લાઈટ માટે,સિવેજ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી ટ્રીટ થયેલું પાણી 50% પાછું આપણને વાપરવા પાછું મળે,વગેરે વગેરે સુવિધાઓ લેવા માં કાર્યકારી પ્રમુખશ્રી નિષ્ફળ રહ્યા છે.
૧૪. #અઢી_વર્ષ_થવા_છતાં_આપણા_અઢારે_અઢાર_બિલ્ડીંગ_ફાયર_સેફ્ટી_વગર_જીવી_રહિયા_છે, અને #જો_કોઈ_હાદસો_થયો_તો_એનું_જવાબદાર_કોણ?
૧૫. આપણે ત્યાં -2 અને -1 માં ત્રણ ત્રણ જોડકા બિલ્ડિંગો છે. આ જોડકા બિલ્ડિંગો માં વચ્ચે ના જે ફ્લેટો છે એમના કિચન ની ચોકડી સામસામે પડે છે. એમાં ગટર ના આઉટલેટ પણ છે. એને સફાઈ કરવી તો ક્યાંથી કરવી? એમાંથી વાસ પણ ખુબજ આવે છે, છેક ૧૪ મા માળ સુધી. આનો નિકાલ કેમ ના કર્યો?
૧૬. ી_આનસોલ્ડ_ફ્લેટનું_મેન્ટેનેન્સ_લેવામાં_નિષ્ફળ_રહિયા_છે_હાલ_ના_એસોસિએશન_ના_કાર્યકારી_હોદેદારો.
૧૭. #જીઓ_ફાઇબર_પ્રોજેક્ટ_સભ્યો_ની ાં_મંજૂરી_વગર_પાસ_કરવા_માં_આવ્યો. આની પાછળ ના કારણો અને એમાં થયેલ ભ્રષ્ટાચાર, એ એક તપાસ નો વિષય છે.
૧૮. #પાર્કિંગ_એ_ખુબજ_મહત્વનો_મુદ્દો_છે અને #એનું_પ્લાનિંગ_કાર્યકારી_હોદેદારો_ને_કરવામાં_કોઈ_રસ_નથી.
#સહકારી_સોસાયટી_ના_વહીવટ_માં_એક_હત્થું_સાશન? #આનાથી_મોટો_ગુનો_કયો_હોય? #વધુ_દુઃખની_વાત_તો_એ_છે_કે_એમના_દ્વારા_યેનકેન_ચુંટાયેલા_પ્રતિનિધિઓ (કમિટી મેમ્બરો) #ને_પણ_પુછો_તો_એમેને_પણ_કંઈ_ખબર_હોતી_નથી