Amarkosh_book

Amarkosh_book કોઈ પુસ્તક પસંદ કરો અને અમને મેસેજ કરો

જો તમેં કોઈ પુસ્તક વાંચવા માંગતા હોય તો આ પેઝ તમારા માટે જ છે
ખાલી કોઈ પુસ્તક પસંદ કરો અને અમને મેસેજ કરો અને જેથી એ પુસ્તક તમારા ઘરે પહોંચી જશે માત્ર થોડા જ ભાડામા.

જ્યારે તમે પહેલી વાર બીજા દેશની મુસાફરી કરી, ત્યારે કઈ એક વસ્તુ હતી જે જોઈને તમને આશ્ચર્ય થયો?સર્વપ્રથમ વિદેશયાત્રા મારી...
01/03/2023

જ્યારે તમે પહેલી વાર બીજા દેશની મુસાફરી કરી, ત્યારે કઈ એક વસ્તુ હતી જે જોઈને તમને આશ્ચર્ય થયો?

સર્વપ્રથમ વિદેશયાત્રા મારી ક્વાલાલંપુર - મલેશીયાની હતી. ૨૦૧૨માં ગયો હતો.

રસ્તા પરના હોર્નન ઘોંઘાટ વગરનો શિસ્તબદ્ધ ટ્રાફિક એ પ્રથમ એવી બાબત રહી જે ખરેખર આશ્ચર્ય પમાડી ગઈ, આપણી ભાષામાં બમ્પર ટુ બમ્પર ટ્રાફિક - પણ ત્યાં બે વાહન વચ્ચે ઓછામાં ઓછું ૩-૪ ફીટનું અંતર જોયું.

ત્યારે એવું લાગ્યું કે મુંબઈ ક્વાલાલંપુર કરતાં પચ્ચીસ વરસ પાછ્ળ છે.

અને જ્યારે લોકલ ગાઈડને આ બાબત વિશે વાત કરી તો કહે કે અમારા કરતાં સિંગાપોર જોઇ આવો. એ કેટલું શિસ્તબદ્ધ છે. અને એ પછી સિંગાપોર જોયું ત્યારે ખ્યાલ આવે કે સ્વયંશિસ્તના મામલે આપણે હજી ઘણી મહેનતની જરૂર છે.

આ ફોટો મેં હોટેલની રૂમમાંથી લીધો હતો. સવારે રશઅવરનો છે.

નોંધ: અહીં કોઇને નીચા દેખાડવાનો પ્રયાસ નથી. નજરે જોયું તે રજુ કર્યું છે. I Love India.

Answered by Mr. Pathak

1995 ના વર્ષમાં અધુરા મહિને બે છોકરીઓનો જન્મ થયો, જોડિયા બહેનો, જન્મ સમયે જેનું વજન માત્ર 2 કિલોગ્રામ હતું, બન્નેનું સંય...
28/02/2023

1995 ના વર્ષમાં અધુરા મહિને બે છોકરીઓનો જન્મ થયો, જોડિયા બહેનો, જન્મ સમયે જેનું વજન માત્ર 2 કિલોગ્રામ હતું, બન્નેનું સંયુક્ત વજન 2 કિલોગ્રામ. હવે જંગ જીવનનો હતો. બ્રિએલ અને કિરી જેક્સને તેમના જીવનના પ્રથમ થોડા અઠવાડિયા તેમના જીવન માટે લડતા વિશેષ ઇન્ક્યુબેટરમાં વિતાવ્યા.

બન્નેમાંથી કિરી પ્રમાણમાં તંદુરસ્ત હતી અને એનું વજન 1.3 કિલો જેટલું હતું. જ્યારે બ્રિએલ ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી હતી. એક સમયે, બ્રિએલનો શ્વાસ ધીમો બની ગયો હતો અને તેના હૃદયના ધબકારા નાટકીય રીતે ઘટી રહ્યા હતા.

ડોકટરોએ તેઓ જે કરી શકે તે બધું કર્યું, પરંતુ ફક્ત કંઈ કારગર સાબિત નહોતું થતું.

એક નર્સને એક વિચાર આવ્યો કે છેલ્લા ઉપાય તરીકે બન્ને બહેનોને એક જ ઈન્ક્યુબેટરમાં સાથે રાખીએ. એ સમયે આવું કાંઈ યુ.એસ.માં આ પહેલાં ક્યારેય આવું કર્યું ન હતું, પરંતુ કંઈક અકલ્પનીય બન્યું. કિરીને તેની બહેનની બાજુમાં મૂકવામાં આવી કે તરત જ તેણે હાથ લંબાવીને બ્રિએલને ગળે લગાવી. અચાનક, બ્રિએલના ધબકારા સ્થિર થઈ ગયા અને તેનું તાપમાન સામાન્ય થઈ ગયું. એક ફોટો જર્નાલિસ્ટ કે જેઓ ત્યાં હતા તે આ ચમત્કારિક ક્ષણને રેકોર્ડ કરી. બહેનની હુંફ અને આલિંગનના પરિણામે, સ્પર્શની શક્તિ કામ કરી રહી હતી,

મૃત્યુ તરફ જતી બહેનને બચાવી લેવામાં આવી હતી. નાની આ કિરીનું આલિંગન આપણામાંના દરેકને કંઈક અગત્યનું શીખવે છે.

આપણને યાદ અપાવે છે કે આપણા પરિવાર, મિત્રો અને સ્નેહીજનો દરેકને ક્યારેકને ક્યારેક હુંફની જરૂર હોય છે. આવી રહેલા દિવાળીના દિવસોમાં હુંફ અને સ્પર્શનો અનુભવ થાય એ પ્રયત્ન અવશ્ય કરજો.

માહિતી સ્ત્રોત: CNN

Good book to read..Mrp 325Discount upto 25%Thanks
22/03/2022

Good book to read..

Mrp 325
Discount upto 25%

Thanks

17/03/2022
Share your reviews…
16/03/2022

Share your reviews…

जब स्वामी श्री युक्तेश्वर गिरी जी ने समाधि ली९ मार्च, १९३६ सोमवार, सायंकाल के पाँच बजने वाले थे। जगन्नाथपुरी के अपने आश्...
16/03/2022

जब स्वामी श्री युक्तेश्वर गिरी जी ने समाधि ली

९ मार्च, १९३६ सोमवार, सायंकाल के पाँच बजने वाले थे। जगन्नाथपुरी के अपने आश्रम में ८१ वर्षीय स्वामी श्रीयुक्तेश्वर गिरी ने अपने नारायण नाम के एक शिष्य को आवाज दी। उनका शिष्य नारायण निरंतर सदा अपने गुरु की सेवा में तत्पर रहता था।

“नारायण, मेरा आज इस संसार को छोड़ने का समय आ गया है, आज मैं इस देह को त्याग दूँगा। क्या मुझे एक गिलास जल पिला सकते हो?” अत्यंत दुखी हृदय से उनका शिष्य नारायण भाग कर जल का एक गिलास लेकर आया। हाथ में गिलास लेते ही वह भूमि पर छूट कर गिर गया।

करुणा और प्रेम से भरे शब्दों में उन्होंने कहा “नारायण, तुम देख रहे हो, किस तरह मैं तुम सब से दूर ले जाया जा रहा हूँ। व्यथित मत हो, अपने गुरु के प्रति तुम्हारा प्रेम, सेवा और भक्ति अनुपम हैं। मैं तुम्हारे से पूरी तरह संतुष्ट हूँ| अपना सम्बन्ध शाश्वत रहेगा।”

सूर्यास्त का समय था, कुछ कुछ अन्धकार होने लगा था। स्वामी श्रीयुक्तेश्वर गिरि ने कृतिवास नाम के एक व्यक्ति को बुलाया और आदेश दिया “कृतिवास, तुरंत पुरी के रेलवे स्टेशन पर जाकर प्रभास को सन्देश भिजवाओ कि वह कोलकाता में योगानंद को सूचित कर दे कि अब मेरा इस देह को त्यागने का समय आ गया है। योगानंद आज रात्री की रेलगाड़ी से ही पुरी आ जाए।”

To be continued in comment section…

"मेरी पीड़ा मुझसे न पूछो, मैं खुद के घर में दंडित हूँ।मुझे बचाने कोई ना आया, मैं 'कश्मीरी पण्डित' हूँ।😓   एक बार जरूर दे...
16/03/2022

"मेरी पीड़ा मुझसे न पूछो, मैं खुद के घर में दंडित हूँ।
मुझे बचाने कोई ना आया, मैं 'कश्मीरी पण्डित' हूँ।😓

एक बार जरूर देखें...

કૃષ્ણં શરણં ગચ્છામિ ૩૯૯કૃષ્ણનુ જીવનસંગીત ૪૨૫કબીરા ખડા બજારમે ૨૫૦કાન દઈને સાંભળજો ૩૫૦એકલતાના એવરેસ્ટ પર ૨૫૦ઢાઇ અક્ષર પ્રે...
12/03/2022

કૃષ્ણં શરણં ગચ્છામિ ૩૯૯
કૃષ્ણનુ જીવનસંગીત ૪૨૫
કબીરા ખડા બજારમે ૨૫૦
કાન દઈને સાંભળજો ૩૫૦
એકલતાના એવરેસ્ટ પર ૨૫૦
ઢાઇ અક્ષર પ્રેમકા ૨૨૫
બિલ્લો ટિલ્લો ટચ ૩૨૫
પરપોટાની પ્રાથઁના ૭૫
પ્રેમ એટલે… ૨૦૦

પ્રેમ મારી દ્રષ્ટિએ ૮૫ઝાકળભીના પારીજાત ૧૫૦રામાયણ માનવતાનુ મહાકાવ્ય ૮૫૦પતંગિયાની આનંદયાત્રા ૨૭૫પતંગિયાની અમૃતયાત્રા ૩૨૫મહ...
12/03/2022

પ્રેમ મારી દ્રષ્ટિએ ૮૫
ઝાકળભીના પારીજાત ૧૫૦
રામાયણ માનવતાનુ મહાકાવ્ય ૮૫૦
પતંગિયાની આનંદયાત્રા ૨૭૫
પતંગિયાની અમૃતયાત્રા ૩૨૫
મહાભારત માનવસ્વભાવનુ મહાકાવ્ય ૯૫૦
ધમઁ મારી દ્રષ્ટિએ ૮૫
ભગવાનની ટપાલ ૯૫

Get 15% discount on gunvant shah books..Home delivery of books is completely free..for gunvant shah booksFor more inform...
12/03/2022

Get 15% discount on gunvant shah books..

Home delivery of books is completely free..for gunvant shah books

For more information message us..

ભારતનો હેપ્પીનેસ ઈન્ડેક્સ હંમેશા તળિયે જ કેમ રહે છે?બધાં ઇન્ડેક્સ ને કોઈ બહુ ગંભીરતા થી લેવાની જરૂર હોતી નથી અને આ સવાલ ...
12/03/2022

ભારતનો હેપ્પીનેસ ઈન્ડેક્સ હંમેશા તળિયે જ કેમ રહે છે?

બધાં ઇન્ડેક્સ ને કોઈ બહુ ગંભીરતા થી લેવાની જરૂર હોતી નથી અને આ સવાલ નો કોઈ ફિલોસોફિકલ જવાબ શોધવાની જરૂર નથી. ઇન્ડેક્સ બહાર પાડવા વાળી દરેક સંસ્થા કંઈ તટસ્થ હોતી નથી અને ઇન્ડેક્સ માટે નક્કી કરેલા ક્રાઇટેરિઆ જડબેસલાક હોય એ જરૂરી નથી.
ખાસ કરીને આવા ઇન્ડેક્સ જે happiness/આનંદ જેવી માપી ન શકાય એવી વસ્તુને માપવાનો પ્રયત્ન કરે છે. ઘણીવાર રસ્તે બેસેલો માણસ ધનપતિ કરતાં વધું ખુશ હોય છે પણ એની ખુશી માપવાનું કોઈ થર્મોમીટર નથી.

આખી દુનિયા જાણે છે કે જાપાન માં સ્ટ્રેસ નું પ્રમાણ બહુ વધારે છે. લોકોને સૂવાનો કે પરિવાર માંડવાનો પણ સમય મળતો નથી. જાપાન ની subway માં લોકો નીચે લાદી પર પોતાની ઊંઘ પુરી કરતા જોવા મળે છે. અને તોયે જાપાન happiness ઇન્ડેક્સ માં ભારત કરતા બહુ આગળ ક્રમ મેળવે છે. વળી સ્વિડન દુનિયાનું su***de કેપિટલ ગણાય છે છતાંય સ્વિડન નો ક્રમ સાતમો છે. લીથુઆનીયા માં દર ચોથો વ્યકિત દારૂડિયો છે (એટલે ફકત દારૂ પીએ છે એમ નહિ પણ રીતસર પિંડક છે) અને તોય એનો ક્રમ આપણા કરતાં ક્યાંય આગળ છે. સાઉદી માં અર્ધી વસ્તી (મહિલાઓ) ને ઘરની બહાર પગ મૂકવાની છૂટ નથી અને એનો ક્રમ ૨૭મો છે. કોલંબિયા દુનિયાનું કોકેન કેપિટલ છે અને તે ૪૭માં ક્રમે છે. અમેરિકા માં દર એક લાખે ૩૦ રેપ થાય છે અને ભારતમાં આજ આંકડો
૧.૫ નો છે પણ અમેરિકાનો રેન્ક ૧૯મો છે.

આનુ કારણ આ ઇન્ડેક્સ માં આનંદ માટે જરૂરી એવા પરીબળો જેવાકે મેન્ટલ હેલ્થ, ફીઝીક્લ હેલ્થ, મેડીકલ સારવાર કેટલી સસ્તી છે જેવી બાબતોને સાઈડ માં મુકીને 'perception of corruption'/ લોકો ના મતે ભ્રષ્ટાચાર કેટલો છે એને happiness ઇન્ડેક્સ નક્કી કરવા માટે પરિબળ ગણ્યું છે. હવે ભારતમાં કોઈને પણ રસ્તે ઊભા રાખી ને પૂછોકે ભારત માં ભ્રષ્ટાચાર કેટલો તો એ કહેશે ખૂબ વધારે. પણ આ વાતે તમે કેટલા કલાક બેસીને આંસુ સાર્યા એમ આ ઇન્ડેક્સ વાળા પૂછતા નથી. વળી એક ક્રાઇટરિયા 'generocity' નો છે. રસ્તે બેસેલા ભિખારીને એક રૂપિયો ન પરખાવતો વ્યકિત શહેર માં સૌથી વધુ રક્તદાન કરનાર હોય તો એને આ ઇન્ડેક્સ વાળા ઉદાર ગણે કે કંજૂસ?

ટૂંક માં આવા બંડલ ડેટા વાંચીને બહું હરખાવું ય નહી ને બહું જીવો પણ નહી બાળવા.

A good book to readMrp 450Our price 250Only one copy is available Condition almost new..!For more information message us...
10/03/2022

A good book to read
Mrp 450

Our price 250
Only one copy is available
Condition almost new..!

For more information message us

Address

Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Amarkosh_book posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Amarkosh_book:

Share

Category