25/11/2023
પુસ્તક સમીક્ષા 💫
પુસ્તકનું નામ:- અંગદનો પગ
લેખક:- હરેશ ધોળકિયા
પ્રકાશક:- ગૂર્જર સાહિત્ય પ્રકાશન
કુલ પૃષ્ઠ:- ૧૮૪ (૧૨મી આવૃત્તિ)
🔸વિશ્વમાં બે પ્રકારના લોકો રહે છે, પ્રતિભાશાળી અને સામન્ય. પ્રતિભાશાળી વ્યક્તિને કોઈ પણ પ્રકારના દંભ કે દેખાડાની આવશ્યકતા નથી હોતી, જયારે સામન્ય વ્યક્તિ પોતે પ્રતિભાશાળી છે તેવું સાબિત કરવામાં પોતાનું જીવન ખર્ચી કાઢે છે. આવી સરસ વાત સમજાવતું પુસ્તક એટલે ‘અંગદનો પગ’.
🔸 ‘અંગદનો પગ’ અહીં પ્રતિભાશાળી શિક્ષકની છાપ સાથે સરખાવ્યો હોય તેવું પ્રતીત થાય છે. કે જેને કોઈ ડગાવી ના શકે.
🔸 કિશોર, શાહ સાહેબ અને દવે સાહેબ જેવા મુખ્ય પાત્રો વાર્તાને જીવંત બનાવે છે.
🔸 વાર્તાના પાત્રોનું ઘડતર ઉમદા રીતે કરવામાં આવ્યું છે. વાર્તા સરળ ભાષામાં અને ઊત્તમ શૈલીમાં રજૂ થયેલી છે. આ પુસ્તકની ૧૨મી આવૃત્તિ પ્રગટ થયેલ છે.
🔸 વાર્તામાં શિક્ષકની ભૂમિકા વિશે પાત્રો દ્વારા સમજાવવામાં આવ્યું છે. જયારે કોઈ એક શિક્ષક અન્ય શિક્ષકની ખોટી ઈર્ષ્યા કરે અને તેને નીચા પાડવા કોઈ કપટ રચે ત્યારે પ્રતિભાશાળી શિક્ષકને કોઈ ફર્ક ના પડવો જોઈએ, એ વાત સમજાવતી થીમ વાચકને ગમી જાય.
🔸 એક શિક્ષક તરીકે તમે કદાચ વિદ્યાર્થીના આદર્શ હોઈ શકો, પણ શું તમે પોતાની નજરમાં આદર્શ છો ખરાં? આ વાત સમજવા દરેક શિક્ષકે આ પુસ્તક વાંચવું જોઇએ.
🔸 આજનું આધુનિક યુગનું લખાણ વાંચતા મિત્રોને કદાચ આ સરળ શૈલી અને ધીમી પણ જકડી રાખે તેવી વાર્તા થોડી બોરિંગ લાગી શકે છે, પણ જો પ્રેમ, હોરર જેવા ઝોનની બહાર આવીને લાગણીઓને સમજવી હોય તો આ શ્રેષ્ઠ વાર્તા છે.
સમીક્ષક:- કિશન એમ. દાવડા
આ પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 8128510517 પર વ્હોટ્સેપ મેસેજ કરો.
Book Reviewer Kishan Kishan Davda TRP Book Store