19/04/2023
જમીન ચકાસણીની જરૂરીયાત શા માટે?
જમીનનું પૃથકકરણ કરાવવાથી નીચે મુજબની માહિતી અને માર્ગદર્શન મેળવી શકાય છે :
જમીનનો પીએચ (અલ્મતા)
જમીનમાં જુદા જુદા પોષક તત્ત્વો કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે
જમીનની ફળદ્રુપતાની કક્ષા જાણી શકાય છે.
પાકને ખાતરોની જરૂરીયાત નકકી કરી કેટલા પ્રમાણમાં આપવો તે જાણી શકાય છે.
જમીન કયા ખેતી પાકો માટે અનુકૂળ છે તે જાણી શકાય છે.
જમીન ખારી કે ભાસ્મિક હોય તો તે જાણી તેને સુધારવાના ઉપાય થઈ શકે છે.
જમીનનું બંધારણ, નિતારશક્તિ, ભેજ સંગ્રહ શક્તિ જેવા જમીનના ભૌતિક ગુણધર્મો જાણી શકાય છે.
ઓછા પાક ઉત્પાદનનું કારણ જાણી શકાય છે.