02/04/2026
મહેન્દ્ર શાહ પરિવારની ગર્વસભર અને સૌભાગ્યશાળી ક્ષણો
નવભારત સાહિત્ય મંદિરના આદરણીય શ્રી મહેન્દ્રભાઈ શાહને તેમના પરિવાર સહિત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાથે મુલાકાત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ ગૌરવશાળી અવસરે તેમના ધર્મપત્ની ધર્મિષ્ઠા શાહ, પુત્રો કુણાલ શાહ અને રોનક શાહ, પુત્રવધૂઓ દર્શના શાહ અને આનલ શાહ તેમજ પૌત્ર-પૌત્રીઓ તનિષા, તનય, મહિત અને મનિતની ઉપસ્થિતિએ વાતાવરણને વધુ મંગલમય બનાવ્યું હતું. 3 વર્ષ પહેલાં શ્રી રોનક શાહે આપેલાં વિચારબીજથી પ્રેરિત થઈને જાણીતા કલાકાર વી. રામાનુજે બનાવેલું પેઇન્ટિંગ મોદીસાહેબને ભેટ અપાયું હતું, જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો હતો.
મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીશ્રીની સહજતા અને સ્નેહભાવના અદ્ભુત દર્શન થયા હતા. તેમણે જોડિયા બાળકો મહિત અને મનિતના જન્મદિવસને સ્મૃતિમાં રાખી તેમને વ્હાલપૂર્વક ચોકલેટ ભેટ આપી. આ આનંદમાં ત્યારે ઉમેરો થયો જ્યારે નાનકડી તનિષાએ પોતાની સુંદર કલાકૃતિ પ્રધાનમંત્રીશ્રીને અર્પણ કરી, જેનો તેમણે સહર્ષ અને સ્મિત સાથે સ્વીકાર કર્યો. રાષ્ટ્રના લોકપ્રિય નેતા સાથે વિતાવેલી આ અમૂલ્ય ક્ષણો નવભારત પરિવાર માટે હર્ષ, હેત અને ગૌરવથી છલકાતું એક અવિસ્મરણીય સંભારણું બની રહી.
આ ગૌરવશાળી અવસરે, પરમ આદર અને કૃતજ્ઞતા સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક નમન — આપના અમૂલ્ય સમય, આપેલાં સ્નેહસભર ક્ષણો અને અમને અપાયેલા આ અતિ સૌભાગ્યશાળી અવસર માટે અમે સદાય ઋણી રહીશું.
PMO ટીમના સર્વાંગી સહકાર અને કાર્ય માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર.
PMO India Narendra Modi Collab Store India Ronak Shah Krunal Shah Darshana Shah Aanal Shah