Swaminarayan Charitram

Swaminarayan Charitram ભગવાનના ચરિત્ર પ્રસંગો

વાસના ટાળવા માટે મનને ભગવાનનાં જે ચરિત્ર તેનું જે મહિમાએ સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફુલને વિષે વાસવું. અને ભગવાનનાં ચરિત્રરૂપ જાળાને વિષે મનને ધુંચવી મેલવું. જે ઝાઝું ન સમજતો હોય તેને તો એમ કરવું એજ શ્રેષ્ઠ ઉપાય છે, એ જેવો બીજો નથી. ગઢડા પ્રથમ ૩૮

કઠલાલમાં રામબાઈ: “મહારાજ!! “આ ઘડામાં ચરણાર્વિંદ બોળો.”કઠલાલમાં રામબાઈને ત્યાં મહારાજ જમવા રોકાણા નહીં એટલે રોટલો ને પાણી...
05/06/2021

કઠલાલમાં રામબાઈ: “મહારાજ!! “આ ઘડામાં ચરણાર્વિંદ બોળો.”
કઠલાલમાં રામબાઈને ત્યાં મહારાજ જમવા રોકાણા નહીં એટલે રોટલો ને પાણીનો ઘડો લઈને ડોસી વાંસે ગયા ને અંતરિયાળ મહારાજને જમાડયા.

પછી મહારાજને કહે “આ ઘડામાં ચરણાર્વિંદ બોળો. ત્યારે મહારાજ કહે 'શા સારુ?' ડોસી કહે, “આ પાણી કૂવામાં નાંખીશ તે આખું ગામ પ્રસાદોનું પાણી પીશે એટલે બધાં સત્સંગી થાશે.' પછી પરવતભાઈએ કહ્યું જે, 'આવં માહાત્મ્ય આપણે જાણતા નથી.' માટે આવો ઠરાવ કરીને એમ જાણવું જે કોઈ ધામ, કોઈ લોકાંતર કે કોઈ વિભૂતિમાં લોભાવું નહીં.

સર્વાપરી ભગવાન મળ્યા છે તેનો કેફ રાખવો એટલે બીજો કેફ ઊતરે. આ બધા પ્રહ્લાદ જેવા સમજવા. આ વાતું છે તે પંચાયતું પડતી મૂકીને સાંભળ્યા જેવી છે. બાયડી, છોકરાં રઝળાવીને સાંભળ્યા જેવી છે. માગી ખાઈને સાંભળ્યા જેવી છે. વાયુ ભરખીને સાંભળ્યા જેવી છે. તેની મૂખને તો કાંઈ ખબર નથી. (ઉપદેશામૃત - ૨૪૯)

કઠલાલના રામબાઈને મહારાજનું માહાત્મ્ય મહારાજ કઠલાલ પધાર્યા - રામબાઈને ત્યાં જમવા ન રોકાયા - રામબાઈ રોટલો, પાણીનો ઘ....

26/05/2021

૯૮ - મહારાજે બરફી ન ખાધી - સાથવો જમ્યા.
સુરતથી શ્રીહરિ, સંતો નિકળ્યા - બરફીની માટલી કેટલાક સંતોએ સાથે લીધી - સંઘ તાપીમાં નાહી ટીમણ કરવા બેઠા - મહારાજઃ બ્રહ્મચારી ! સાથવો લાવો - ત્યાગીથી સાકર નહી - મીઠું લાવો - સાથવો, મીઠું જમ્યા - કોઈએ માટલી લીધી નહીં - વેદાંતાનંદે લીધેલ. (ઉપદેશામૃત -૬૬૭)
નિઃસ્વાદી

25/05/2021

૯૬ - સ્ત્રીયોઃ આ સાધુ તો આપણામાં (સંસારમાં) શોભે એવા છે - શબ્દ બળવાન છે
નડિયાદમાં સંતોની પધરામણી - સ્ત્રીઓની વાત સાંભળીઃ “હું ઓમાં શોભુ એવો છું, ને આમાં કયાં ભરાણો?” - વયો ગયો (ઉપદેશામૃત -૬૬૧)
શબ્દ બળવાન

24/05/2021

અષ્ટ સિધ્ધીઓ ભકિતમાતા અને ઘનશ્યામને જમાડવા આવી

એકવાર છપૈયામાં ભકિતમાતાને એમના ભાભી સુંદરીબાઈઃ “છોટી બા! કાંઈ જમવાનું બનાવું?” - હા બનાવો - સુંદરીબાઈ જમવાનું બનાવવા લાગ્યા - ભકિતમાતાને ખુબ ભુખ લાગી હતી ને સુંદરીબાઈને જમવાનું બનાવતા વાર લાગી - માતાનો સંકલ્પ જાણી હરિએ અષ્ટસિધ્ધિઓને આજ્ઞા કરી -

અષ્ટસિધ્ધિઓ હાથમાં ભક્ષ્ય, ભોજય, લેહ્ય, ચોષ્ય એવા ભોજન લઈ આવી - માતાઃ “તમે કોણ છો?” - અમો અષ્ટસિધ્ધિઓ છીએ, ઘનશ્યામની આજ્ઞાથી આપને જમાડવા આવ્યા છીએ - માતાનો ખચકાટ જોઈ ઘનશ્યામ પારણામાંથીઃ “દીદી! દેવોનું લાવેલું ભોજન તો જમાય”, હરિ એક ગ્રાસ જમ્યા પછી ભકિતમાતા પણ જમ્યા - સિધ્ધિઓએ પ્રસાદ લીધો.
રસોડામાંથી સુંદરીબાઈ શિરો લઈ આવ્યા - સુંદરીબાઈઃ ભકિતદેવી! આ કોણ છે? - ઘનશ્યામઃ મામી! તમને રસોઈ બનાવતા વાર લાગી તેથી અમે આ સિધ્ધિઓને લાભ આપ્યો - સિધ્ધઓઃ અમે નિત્ય જમાડવા આવશું - હરિઃ ના! મામીને રસોઈ બનાવતા વાર લાગે ત્યારે જ આવજો -

મામીને ભગવાનપણાનો નિશ્વય થયો - સિધ્ધિઓને મામી ગામની ભાગોળે નારાયણ સરોવર સુધી વળાવી ઘેર પાછા આવ્યા - ધર્મદેવ, રામપ્રતાપ આંબલી નીચે બેઠા હતા - રામપ્રતાપઃ મામી! એ કોણ હતા?. મામીએ વિગતે વાત કરી. (બાલ ચરિત્ર અધ્યાય -ર)
www.charitram.com

24/05/2021

૯૯ - મહારાજે આનંદ સ્વામીનું ડહાપણ ઉતાર્યુ.
ભુજમાં આનંદ સ્વામી - શ્રીહરિના દર્શનઃ ભેળા ચાલશો? - હા મહારાજ - મહારાજ સ્વામીનો હાથ ઝાલી માયાના તમ સોંસરા ચાલ્યા,પછી પ્રકાશ આવ્યો - ખેડુ સાંતીએ બળદ જોડે - એકને જોડે ત્યાં બીજો નીકળી જાય - સ્વામીઃ લાવ્યા જોડી દઉં - મહારાજ હાથ મુકી ચાલ્યા - સ્વામી મુંજાણા, ખુબ એકલા ચાલ્યા - દેહમાં આવ્યા - “શ્રીહરિ તેડવા આવે ત્યારે ડહાપણ ન વાપરવું” (ઉપદેશામૃત -૬૭૪)
માયા

23/05/2021

૧૦૧ - પ્રભવાનંદ સ્વામીને અંતકાળે પૂર્વની સ્મૃતિ થઈ.
પ્ર.સ્વામીઃ “બ્રહ્માંડની ઉત્પતિ મેં કરી, મને લોટના ગોળા ખવરાવ્યા?, અપમાન સહન કરાવ્યા?” - ગુણાતીતાનંદ સ્વામીઃ તમારા જેવા સત્સંગમાં અનંત છે - ચાલ્યા જાઓ - દેહ મુકાવ્યો. (ઉપદેશામૃત -૭૦૩)
દેવો અવતારો સત્સંગમાં

22/05/2021

૧૦ર - ગુણાતીતાનંદ સ્વામીઃ શિવજી દિકરો દેશે - જીભ પર શિવલિંગ હશે .
હરસુરની દાદીએ કહેવરાવ્યું - મારા દિકરાને ઘેર દિકરા નથી - ગુ.સ્વામીઃ અરે ! બે ત્રણ થાશે - દાદીઃ તમારો આપેલ તેની નિશાની શું? - જીભ ઉપર શિવલિંગ હશે - એમ જ થયું. (ઉપદેશામૃત ૭૦૩)
દિકરા દીધા - મહારાજ સંતો ભક્તોએ

Address

Sydney, NSW
2770

Alerts

Be the first to know and let us send you an email when Swaminarayan Charitram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Swaminarayan Charitram:

Share