Ekatra Foundation

Ekatra Foundation An e-home of Indian literature. Ekatra is an amazing way to browse, download and read books as well as listen audio books from Indian Subcontinent.

"એકત્ર" : પરિચય

આધુનિક સમયમાં, ટેકનોલોજીના વ્યાપક એવા ઉપયોગથી, જયારે જીવનનાં તમામ વ્યવહારો કરવાની પદ્ધતિઓમાં પરિવર્તનો આવી રહ્યા છે, જેમ કે, બેંક-રેલ્વેની કામગીરી વિ., તો પછી લેખન-વાચનની પ્રવૃત્તિમાં કેમ નહીં?

ગુજરાતી લેખન-વાચનની પ્રક્રિયામાં, ટેકનોલોજીના ઉપયોગ વડે આવી રહેલાં પરિવર્તનને 'એકત્ર'ના નામે ઓળખાવી શકાય. 'એકત્ર' એવી એક બારી છે જ્યાંથી, જેમ ઘરની છાજલીઓ પરથી પુસ્તકો લઇને વાંચી શકાય તેમ

કોમ્પુટરના સ્ક્રીન પર આ પુસ્તકો વાંચી શકાય. આંગળીના ટેરવેથી જેમ પુસ્તકનાં પૃષ્ઠો ઉથલાવીએ છીએ તેમ જ પૃષ્ઠો ઉથલાવતાં જઇને વાંચવાની એક ડિજિટલ વ્યવસ્થાને 'એકત્ર'ના નામે ઓળખાવી શકાય.

'એકત્ર'માં ભારતીય સાહિત્યનાં પુસ્તકો ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આરંભ તો ગુજરાતી ભાષાના પુસ્તકોથી કરવાનો છે, પણ પછી અન્ય ભારતીય ભાષાઓને પણ એમાં સમાવતા જઇને, એક અખૂટ પુસ્તકોની શ્રેણી 'એકત્ર'માં ઉપલબ્ધ કરવાનો ઇરાદો છે. નવા પ્રકાશનો, પૂર્વેનાં પ્રકાશનો અને એમ સાહિત્યનાં ક્ષેત્રમાં સમાવી શકાય એવાં તમામ પુસ્તકોને અહીં જગ્ગા આપવાની છે. અહીં આ પુસ્તકોને ડાઉનલોડ કરીને સાચવી પણ શકાય અને અથવા ઓનલાઈન પણ વાંચી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી છે.

'એકત્ર'માં પુસ્તકો ઉપરાંત ઓડિયો બુક્સ પણ ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કોમ્પુટરની મદદથી પુસ્તકોને વાંચવાની સાથે સાથે જ સાંભળી શકાય એવી પણ એક વ્યવસ્થા ઊભી થઈ શકે એમ છે. અને આમ કરીને, સાહિત્યને શ્રવણ દ્વારા પામવાની એક અદ્ભુત અનુભૂતિ સુધી લઈ જનારી શક્યતાને પણ સાકાર કરવી છે.

સામયિકોનું પ્રકાશન પણ 'એકત્ર'માં થાય એમ ઇચ્છનીય છે. હાલ પ્રકાશિત થઈ રહેલા સામયિકો ઉપરાંત 'એકત્ર' દ્વારા સંપાદિત સામયિકને પણ અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

'એકત્ર' દ્વારા સાહિત્ય સાથે જોડવા માટે જે એપ્લીકેશન જરૂરી છે તે 'એપલ' અને 'ગુગલ' પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. કોઈ પણ ઉપકરણ દ્વારા 'એકત્ર' સુધી પહોંચી શકાય એવી ગોઠવણ કરવામાં આવી રહી છે. મોબાઈલથી લઈને કોમ્પુટર સુધીના સાધનોમાં 'એકત્ર' દ્વારા પુસ્તકો વાંચી શકાય એમ છે.

ગુજરાતી સાહિત્ય અને પછી ભારતીય સાહિત્યને, કોમ્પુટરની એકજ ક્લિક દ્વારા, આંખ સામે રજૂ કરવું કે પછી કાન દ્વારા પામવું, એવી અનુકૂળતા ઊભી કરી આપનારી વ્યવસ્થા, નામે 'એકત્ર'ને આવકારીએ અને આપણાથી શક્ય હોય તેટલો સહકાર આપી આ પ્રયત્નને આગળ લઈ જઈએ. www.ekatrabooks.com પરથી આગળની માહિતી મેળવી શકાય.

-અતુલ રાવલ


Ekatra includes the eBookstore, where you can brows and download the latest-selling books or your old favorite books and read anywhere, anytime, on-the-go. Brows your Ekatra library on a beautiful bookshelf, tap a book to open it, flip through pages with a swipe or a tap, and bookmark to your favorite passages, even adjustable font size so you can make the text as big as you want for reading. Download FREE app and start browsing free and affordable Gujarati and other Indian eBooks from the palm of your hand. With Ekatra, reading and listing on your iPad, iPhone or iPod Touch couldn't be easier. Enjoy complimentary copies of few books and audio books – day and night. We have design our Ekatra app for iPhone and iPad to give you the fastest, most comfortable and customizable reading and listing experience there is. Download the FREE Ekatra app now and build your Reading Life and watch your personal Book Cover evolve...

એકત્રનું એક નવું પ્રસ્થાન  e Book with Audio  link રમણલાલ સોનીની ઉત્તમ બાળવાર્તાઓ           સંપાદક: રમણ સોનીપઠન :વિવિધ લ...
05/21/2020

એકત્રનું એક નવું પ્રસ્થાન

e Book with Audio link

રમણલાલ સોનીની ઉત્તમ બાળવાર્તાઓ
સંપાદક: રમણ સોની
પઠન :વિવિધ લેખકો અને પ્રવક્તાઓ
હવે તરત હાથવગુ અને કાનવગુ

સંચયનનો નવો અંક એપ્રિલ ૨૦૨૦
04/19/2020

સંચયનનો નવો અંક એપ્રિલ ૨૦૨૦

એકત્ર ફાઉન્ડેશનનું  મહત્ત્વનું e-પ્રકાશન: પૂર્વાલાપ https://ekatra.pressbooks.pub/purvalap/આવાં  ઈ- પ્રકાશિત પુસ્તકોની સ...
01/24/2020

એકત્ર ફાઉન્ડેશનનું મહત્ત્વનું e-પ્રકાશન: પૂર્વાલાપ
https://ekatra.pressbooks.pub/purvalap/

આવાં ઈ- પ્રકાશિત પુસ્તકોની સંખ્યા હવે 100ની આસપાસ થશે.

એકત્રની e-Booksની વિશેષતા એ છે કે – દરેક પુસ્તકને આરંભે 1. લેખકનો ફોટોગ્રાફ, 2. પુસ્તકનું આવરણ ચિત્ર, 3. લેખકનો ટૂંકો પણ સર્વગ્રાહી પરિચય, 4. પુસ્તકનો પણ ટૂંકો અને રસપ્રદ પરિચય મુકાય છે. (બધાં પુસ્તકોના પરિચયો શ્રી રમણ સોનીની કલમે)

આવી પ્રવેશક ભૂમિકા વાચકને પુસ્તક-વાચન માટે રસ-સજ્જ કરે છે.
ઑનલાઈન વાંચવા https://ekatra.pressbooks.pub અને ઈ-બુક ડાઉનલોડ કરી વાંચવા http://www.ekatrafoundation.org ઉપર ક્લીક કરતાં જ પુસ્તકની આ રમ્ય ને સંતર્પક દુનિયામાં પ્રવેશ કરી શકાશે.

એકત્ર 'સંચયન' નામે e-magazine પ્રગટ કરે છે એ તો સૌ જાણતા હશે. http://www.ekatrafoundation.org/magazine/sanchayan પર સર્વ અંકો જોઈ શકાશે.

પૂર્વાલાપની ૧૦૦ ઉપરાંત કૃતિઓમાં ખંડકાવ્યો જેવી કેટલીક દીર્ઘ છંદ-રચનાઓ છે જેમાં અતિજ્ઞાન, વસંતવિજય, ચક્રવાકમિથુ.....

એકત્રનું નવું ઈ-પ્રકાશન
01/16/2020

એકત્રનું નવું ઈ-પ્રકાશન

01/16/2020
07/09/2018

http://www.ekatrafoundation.org/download/magazine/pdf/Sanchayan-30.pdf

મિત્રો,'એકત્ર' ફાઉન્ડેશન-નિર્મિત 'સંચયન' વી-સામયિકનો આ નવો અંક સાનંદ, સૌને માટે...http://www.ekatrafoundation.org/downlo...
07/09/2018

મિત્રો,
'એકત્ર' ફાઉન્ડેશન-નિર્મિત 'સંચયન' વી-સામયિકનો આ નવો અંક સાનંદ, સૌને માટે...
http://www.ekatrafoundation.org/download/magazine/pdf/Sanchayan-30.pdf
આ અંકના લેખકો:
ન્હાનાલાલ દ. કવિ
લાભશંકર ઠાકર
ચદ્રકાન્ત ટોપીવાળા
રાજેદ્ર થડેસર
વિનોદ ભટ્ટ
સમીર ભટ્ટ
રમણ સોની
જગદીશ વ્યાસ
હરિકૃષ્ણ પાઠક
ઉર્વશી પંડયા...

http://www.ekatrafoundation.org/download/magazine/pdf/Sanchayan-29.pdf
05/04/2018

http://www.ekatrafoundation.org/download/magazine/pdf/Sanchayan-29.pdf

05/04/2018

મિત્રો,

'એકત્ર' ફાઉન્ડેશન-નિર્મિત 'સંચયન' વી-સામયિકનો આ નવો અંક સાનંદ, સૌને માટે...
http://www.ekatrafoundation.org/download/magazine/pdf/Sanchayan-29.pdf

આ અંકના લેખકો:
સિતાંશુ યશશ્ચંદ્ર
રાજેન્દ્ર શાહ
ર. વ. દેસાઈ
ધીરેન્દ્ર મહેતા
વિનોદ ભટ્ટ
કિશનસિંહ ચાવડા
પ્રવીણ પટેલ
ઉત્કર્ષ મઝુમદાર
કાકા કાલેલકર
દિગીશ મહેતા...

Address

Charlotte, NC

Opening Hours

Monday 10am - 9pm
Tuesday 10am - 9pm
Wednesday 10am - 9pm
Thursday 10am - 9pm
Friday 10am - 9pm
Saturday 10am - 9pm
Sunday 12pm - 5pm

Telephone

(704) 756-1325

Alerts

Be the first to know and let us send you an email when Ekatra Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category