04/05/2026
ગોધરાનો દબદબો: કુશ સોની HSC અને GUJCET બંનેમાં સમગ્ર પંચમહાલમાં પ્રથમ
ગોધરાની ઇન્ફિનિટી એકેડેમીના તેજસ્વી વિદ્યાર્થી કુશ સોનીએ વર્ષ 2026ની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 99.20 PR સાથે સમગ્ર પંચમહાલ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા મેળવી છે. માત્ર બોર્ડ પરીક્ષા જ નહીં, પરંતુ ગુજકેટમાં પણ 120 માંથી 116.25 ગુણ મેળવી તેમણે જિલ્લામાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જેમાં રસાયણ વિજ્ઞાનમાં 40 માંથી 40 ગુણ મેળવવાની વિશેષ સિદ્ધિનો પણ સમાવેશ થાય છે. આ અસાધારણ સફળતા બદલ ઇન્ફિનિટી એકેડેમી પરિવાર અને શહેરના અગ્રણીઓએ કુશને અભિનંદન પાઠવ્યા છે, જેમણે પોતાની મહેનતથી ગોધરાનું નામ શૈક્ષણિક જગતમાં રોશન કર્યું છે. કુશની આ બેવડી સિદ્ધિ પંચમહાલના અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે અને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Source : Dr. Manishaben Patel